અંજાર તાલુકાનાં ચાંદ્રોડા પાસે આવેલા ક્રિષ્ના હોટલમાંથી ૬૭૦૦/- નો દારૂ ઝડપી પાડતી R.R.સેલ
અંજાર તાલુકાનાં ચાંદ્રોડા પાસે આવેલી ક્રિષ્ના હોટલમાં આર.આર.સેલની ટિમે રેડ પાડતા મારી મુન્નાલાલ ભીખમશા શાહ બનીયાને ઇંગ્લીશ દારૂની ચાર બોટલ તથા ૪૮ ક્વાર્ટરીયા અને ૨૦ લીટર દેશી દારૂ એમ કુલ્લે રૂ.૬૭૦૦ /- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. જ્યારે મુખ્ય સુત્રધાર બાબુ મેમાં આહીર રહે દેશલપર કંઠી વાળો નાસી જતાં બંને શખ્સો સામે હેડ કોન્સ નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા સહયાક ફોજદાર વાલાભાઈ આહિરે આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.