મુંદરાના બારોઈ ગામે શીતલામાંના મંદિર સામે સાર્વજનીક પાણીના અવાડાની છત અજાણ્યા લેભાગુ તત્વો દ્વારા તોડી પાડવામાં આવી.
મુંદરાના બારોઈ ગામે શીતલામાના મંદિર સામે સાર્વજનીક પાણીના અવાડાની છત કોઈ અજાણ્યા લેભાગુ તત્વો દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ અવાડો લગભગ ઘણા વર્ષો જુનો છે.અને આમા અબોલા પશુઓ પાણી પણ પીતા હતા.અવાડા ઉપરની છાપરીની લંબાઈ ૨૫ ફુટ અને પહોડાઈ ૧૦ ફુટ છે જેની કિંમત આશરે ૨ લાખ જેટલી છે. જેથી આ બાબતે પોલીસ પણ ફરિયાદ કરેલ છે. તેમજ મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ને પણ જાણ કરેલ છે. આ સાથે બારોઈ ગ્રામ પંચાયત દ્વારા આ સંદર્ભે આ અવાડાની આસપાસના દબાણને દુર કરી અવાડાને ચારે તરફથી ખુલ્લો કરી પશુ-પક્ષીઓ આ અવાડામાં પાણી પી શકે તે હેતુ સર આ દબાણને હટાવવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.