આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર (પેટલાદ સેસન્સ કોર્ટ), સરકારી વકીલશ્રીની કચેરી, સેસન્સ કોર્ટ, આણંદ ના કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ*

ફરીયાદીઃ- એક જાગૃત નાગરિક.

આરોપીઃ- યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકર , આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર (પેટલાદ સેસન્સ કોર્ટ), સરકારી વકીલશ્રીની કચેરી, સેસન્સ કોર્ટ, આણંદ

લાંચની માંગણીની રકમઃ- રૂ. ૪૦૦૦૦/-
લાંચ પેટે સ્વીકારેલ રકમઃ- રૂ. ૩૫૦૦૦/-
લાંચની રકમની રિકવરી :- રૂ. ૩૫૦૦૦/–

ટ્રેપનું સ્થળઃ- ક્રિશીવ કોમ્પ્લેક્ષ, સ્વામી નારાયણ મંદિર રોડ,પેટલાદ

ટ્રેપ ની તા. ૦૮/૦૨/૨૦૨૧

ગુનાની ટૂંક વિગતઃ-
આ કામના ફરીયાદીશ્રી વિરૂધ્ધ પેટલાદ ટાઉન પો.સ્ટે. ખાતે વર્ષ ૨૦૧૭ના રોજ ગુનો દાખલ થયેલ જે કેસ નામ. એડી.સેસન્સ કોર્ટ, પેટલાદ ખાતે ચાલી જતા ફરીયાદીશ્રીને નામ. કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તા. ૧૩/૦૧/૨૦૨૧ના રોજ કરવામાં આવેલ. જે હુકમ વિરૂધ્ધમાં સરકાર પક્ષે નામ. હાઇકોર્ટમાં અપીલ ન કરવા સારૂ આરોપી પોતે એ.પી.પી. તરીકે અભિપ્રાય ન આપવા માટે ફરીયાદીનો સંપર્ક કરી રૂ. ૮૦,૦૦૦/– ની લાંચની માંગણી કરી પ્રથમ રૂ. ૪૦,૦૦૦/- ફરીયાદીએ આપવા અને બાકીના ૪૦,૦૦૦/- અપીલ ન કરવાનો હુકમ આવેથી આપવા તેમ જણાવી ફરીયાદી પાસેથી લાંચ પેટે રૂ. ૫૦૦૦/- ત્રણેક દિવસ પહેલા લીધેલા આને બાકીના લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરતા આજ રોજ તા. ૦૮/૦૨/૨૦૨૧ના રોજ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી રૂ. ૩૫,૦૦૦/– ની લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારીઃ-
શ્રી એમ.એફ.ચૌધરી
પોલીસ ઇન્સ્પેક્ટર
ખેડા એ.સી.બી. પોલીસ સ્ટેશન નડીયાદ

સુપરવિઝન અધિકારીઃ-
શ્રી કે.બી. ચુડાસમા
મદદનીશ નિયામક,
અમદાવાદ એકમ, અમદાવાદ