અમરેલી એસ. ટી. ડેપો (જુનિયર આસિસ્ટન્ટ ટ્રાફિક ઓફિસ) ના કર્મચારી પાંચ હજારની લાંચ લેતા ઝડપાયા

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ

ફરીયાદીઃ- એક જાગૃત નાગરિક

આરોપીઃ-
(૧) સુરેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ , ઉં.વ.૫૬, ધંધો. નોકરી, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, વર્ગ.૩ અમરેલી એસ.ટી.ડેપો, રહે. અમરેલી
(૨) સુનીલભાઈ જશવંતભાઈ રાઠોડ ઉં.વ. ૪૬ ધંધો. નોકરી, એસ. ટી ડ્રાઇવર વર્ગ ૩ અમરેલી એસ ટી ડેપો રહે. અમરેલી

લાંચની માંગણીની રકમઃ- રૂ. ૫,૦૦૦/-
લાંચ પેટે સ્વીકારેલ રકમઃ- રૂ. ૫,૦૦૦/-
લાંચની રકમની રિકવરી :- રૂ. ૫,૦૦૦/-

ટ્રેપ સ્થળઃ-
અમરેલી એસ. ટી. ડેપો
(જુનિયર આસિસ્ટન્ટ ટ્રાફિક ઓફિસ)

ટ્રેપ તા. ૦૮/૦૨/૨૦૨૧

ગુનાની ટૂંક વિગતઃ-
આ કામના ફરીયાદી અમરેલી એસ. ટી. ડેપો માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હોય, જેઓને છેલ્લા એક માસ થી નોકરી નહી આપી પ્રાપ્ત રજા ગણવામાં આવતી હોઈ, જેથી ફરીયાદી એ આક્ષેપિત (૧) ને મળી પોતાની નોકરી લખવા રજુઆત કરતાં નોકરી લખવા પેટે રૂ.૭,૫૦૦/- ની લાંચ ની માંગણી કરી જે તે સમયે રૂ.૨,૫૦૦/- સ્વીકારેલ અને બાકીના રૂ.૫,૦૦૦/- પગાર થયા બાદ આપવાનો વાયદો કરેલ જે પેટે ફરીયાદી નું એ. ટી. એમ. કાર્ડ આક્ષેપીત નં (૨) નાઓએ લઈ લીધેલ અને આજરોજ તા.૦૮/૦૨/૨૦૨૧ ના બાકીના રૂ.૫,૦૦૦/- પંચ નં.(૧) ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત (૧) નાઓએ લાંચની રકમ સ્વીકારી આક્ષેપિત (૨) નાઓએ મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબત…

ટ્રેપીંગ અધિકારીઃ-
શ્રી ડી. કે. વાઘેલા
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર
એ.સી.બી. પોલીસ સ્ટેશન
અમરેલી

સુપરવિઝન અધિકારીઃ-
શ્રી બી. એલ. દેસાઈ.
મદદનીશ નિયામક,
જુનાગઢ એકમ, જુનાગઢ