વડોદરમાં માદક પદાર્થ સાથે ઇન્દોરના બે શખ્સોની કરાઈ ધરપકડ

98321329d5631e212c6a10e81f487dc99413408193c09eb4e913add872e5ae49

મળતી માહિતી મુજબ ગુપ્ત માહિતીના આધારે એટીએસ પોલીસ અધિકારી પિનાકિન પરમારની આગેવાની હેઠળ એટીએસ અધિકારી અને વડોદરા એસઓજીની ટીમે આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. બંને આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે નટરાજ ટોકીઝ કમ્પાઉન્ડ પાસે સ્થિત બાટા શો રૂમની સામેથી ધરપકડ કરવામાં આવી હતી.

બંનેની ઓળખ અમન મોહમ્મદ હનીફ શેખ (20) રહેવાસી આઝાદનગર વોટર પમ્પ, ઇન્દોર તથા મોહમદ્રીઝવાન મોહમદરસીદ ખાન (19) રહેવાસી આઝાદનગર વોટર પમ્પ, ઇન્દોર તરીકે થઈ છે.

બંને જણાએ પુછપરછમાં ખુલાસો કર્યો હતો કે માદક પદાર્થ બંને આમીરખાન લાલ ઈન્દોરથી લાવ્યાં હતાં અને લાલ ટી શર્ટ અને માથા પર કાળી કેપ પહેરીને વડોદરા આવેલા એક વ્યક્તિને આપવાના હતા. જો કે, આ પહેલા જ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ અધિકારી દ્વારા બંનેને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી આરંભી છે.