કેશોદમાં ૭ ઝુંપડા સળગી ગયા ડીપી રોડ ઉપર ઝુંપડપટ્ટીમાં વિકરાળ આગ લાગી
કેશોદમાં ડીપી રોડપર આવેલ ઝુંપડપટ્ટીમાં ગત રાત્રે એક વાગ્યાના અરસામાં એકાએક આગફાટી નીકળતા ધરવખરી સહિત સાતેક ઝુંપડા ભસ્મીભૂત થઈ ગયેલછે.
પાલીકા ફાયર ટીમ સહિત ૨ બ્રાઉઝર ઘટના સ્થળે પાંચેક પાણીના બંબા દ્વારા પાણીનો મારો ચલાવી વિકરાળ આગને કાબુમાં લીધેલ હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ ટીમ સહિત કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહેલ હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ માટે બાજુના કોમર્સીયલ બિલ્ડીંગમાં સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.