દક્ષિણ ન્યૂઝિલેન્ડનાં ન્યૂ કેલેડોનિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ

દરિયામાં 3 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં; સુનામીની આશંકાને પગલે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિઝીમાં અલર્ટ

ન્યૂઝીલેન્ડના દક્ષિણમાં બુધવારે સાંજે આવેલા શક્તિશાળી ભૂકંપ પછી તે વિસ્તારમાં સુનામીનું જોખમ જોવા મળી રહ્યું છે. સાઉથ પેસિફિકના ન્યૂ કેલેડોનિયા આઈલેન્ડમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. એ બાદ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિઝીમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.


સુનામી વોર્નિગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ પછી 3 ફૂટ ઊંચાં મોજાંઓ ઊઠ્યાં હતાં, જેનાથી ન્યૂઝીલેન્ડ, ફિઝી અને વાનુઅતમાં વધુ જોખમ છે. આ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપથી અનેક આઈલેન્ડ્સને મોટું જોખમ છે. યુ.એસ. જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપ્નું કેન્દ્રબિંદુ કેલેડોનિયાથી 415 કિલોમીટર દૂર સમુદ્રમાં 10 કિલોમીટરની અંદર નોંધાયું હતું.

ન્યૂઝીલેન્ડ, વનુઆતુ અને બીજા પ્રશાંત દ્વીપોમાં ભૂકંપ આવવાની શક્યતા હંમેશા હોય છે. આ વિસ્તાર મહાસાગરના ચારે બાજુ અને ભૂકંપીય ફોલ્ટ લાઈનની એક ઘોડાની નાળના આકારની શ્રૃંખલા રિંગ ઓફ ફાયરની પાસે સ્થિત છે.

દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં આવેલો ન્યૂ કેલેડોનિયા ફ્રાંસની ટેરિટરીમાં આવે છે. એક અનુમાન મુજબ દુનિયામાં નિકલના કુલ ભંડારનો લગભગ 10% જ અહીંથી મળે છે. નિકલ ઈલેક્ટ્રોનિક્સ આઈટમમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે ફ્રાંસ માટે આ વિસ્તારનું ઘણું જ મહત્વ આપે છે. ચીનની વધતી એક્ટિવિટી વચ્ચે તેનું સામરિક મહત્વ પણ વધી ગયું છે. ન્યૂ કેલેડોનિયામાંથી નિકાસનો મોટો ભાગ ચીનમાં જાય છે.

દરિયાના પેટાળમાં અચાનક જ્યારે મોટી તેજ હલચલ થવા લાગે છે જેને પગલે તેમાં તોફાન આવે છે. જેનાથી ઘણી ઊંચા દરિયાઈ મોજા ઊઠે છે. જે જોરદાર ફોર્સની સાથે આગળ વધે છે. આ દરિયાઈ મોજાને સુનામી કહેવાય છે. સુનામી જાપાની શબ્દ છે જે જો સૂ અને નામી એમ બે શબ્દોને જોડીને બન્યો છે. સુનો અર્થ છે સમુદ્ર કાંઠો અને નામીનો અર્થ મોજાં છે.

સુનામીની લહેરોની પાછળ સૌથી મોટું કારણ છે ભૂકંપ. આ ઉપરાંત જમીન ધસી પડવાથી, જ્વાળામુખી ફાટવાથી, કોઈ પ્રકારના વિસ્ફોટ થવાથી કે ક્યારેક-ક્યારેક ઉલ્કાપાતની અસરથી પણ સુનામીની લહેરો ઊઠે છે.