ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટનો પ્રારંભ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ નો લીધો નિર્ણય
ન્નઈમાં બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ છે અને આજે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ લીધી છે ટીમ માં ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટ થી જોડાયા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ અને નદીમની જગ્યાએ કુલદીપ યાદવ રમી રહ્યો છે.
ભારતની ટીમ માં રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ જ્યારે
ઇંગ્લેન્ડની ટીમ માં રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન નો સમાવેશ થાય છે. કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ 50% ભારતીય ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી છે અને તમામ નું તાપમાન પણ ચેક કરવા સાથે સેનેટાઈઝ નું ધ્યાન અપાઈ રહ્યું છે ઉપરાંત સ્ટેડિયમમાં મેડિકલ અને આઇસોલેશન રૂમ પણ બનાવામાં આવ્યા છે. દર બે વ્યક્તિ વચ્ચે એક સીટ ખાલી રખાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે CCTV કેમેરાથી નજર રખાશે. દર્શક સ્ટેડિયમમાં માત્ર મોબાઈલ જ લઈ જઈ શકશે. સ્ટેન્ડ્સમાં બોલ જશે તો અમ્પાયર તેને સેનિટાઇઝ કરવામાં આવશે.