ભુજ શહેરમાં વેપારીએ ઉધાર બુટ આપવાની ના કહેતા હુમલો કરાયો

ભુજના અનમરીંગ રોડ પર આવેલી રીયલ ફૂટવેર નામની દુકાનમાં ઉધારમાં બુટ માંગણી કરી વેપારી પર હુમલો કરી ગળામાંથી 30 હજારની સોનાની ચેઇન ઝુટવીને નાસી છુટેલા આરોપીને એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં જ ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ બનાવ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં અનમ રીંગ રોડ પર આવેલી રીયલ ફુટવેર નામની દુકાનમાં બન્યો હતો. સુરલભી રોડ પર અંજલીનગરમાં રીયલૃસટીમાં રહેતા અને અનમ રીંગ રોડ પર ફૂટવેરની દુકાન ચલાવતા વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દુકાને ફિરોઝ સીદી નામનો યુવાન આવ્યો હતો.અને બુટની ખરીદી કરવી હોવાનું જણાવતાં વેપારીએ બુટ આપ્યા હતા. ત્યારે બુટના રૂપિયા પછી આપી દઇશ તેવું ફિરોઝે કહેતા ફરિયાદી વેપારીએ ઉધારમાં બુટ આપવાની ના કહેતા આરોપી ફિરોઝ ઉસ્કેરાઇ જઇને વેપારી પર હુમલો કર્યો હતો. દરમિયાન દુકાનમાં કામ કારતા લોકોએ વેપારીને માર ખાતા બચાવ્યો હતો. દરમિયાન વેપારીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિંમત રૂપિયા 30 હજારની આરોપી ફિરોઝ ખેંચીને નાસી ગયો હતો.ઇજાગ્રસ્ત વેપારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ટીમે આરોપીને રાત્રીના સવા બારે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ વાય.પી જાડેજાએ હાથ ધરી છે.