LCBએ રૂદ્રાણી બસ સ્ટોપ પાસે થી શરાબનો જથ્થો લઇ જતા શખ્સ ઝડપી પાડ્યો
ભુજ ખાવડા રોડ પર એલસીબીએ બાતમીને આધારે રૂદ્રમાતા બસ સ્ટોપ પરથી બોલેરો જીપનો પીછો કરીને રૂપિયા 85,860ની કિંમતની વિવિધ બ્રાન્ડની કુલ 225 દારૂની બોટલો સાથે ભુજના યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી દારૂનો જથ્થો, અઢી લાખની બોલેરો જીપ અને એક મોબાઇલ મળીને 3,36,360નો મુદામાલ કબજે કરીને બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શેખપીરથી માધાપર તરફ દારૂનો જથ્થો ભરીને એક જીપ આવતી હોવાની એલસીબી શાખાને મળેલી બાતમીના પગલે પોલીસ ટીમે બાતમી મુજબ વોચ ગોઠવતાં શેખપર તરફથી આવતી બોલેરો જીપને રોકવાનો પ્રયાસ કરતાં બોલેરો જીપનો પોલીસને જોઇને હંકારી ગયો હતો.દરમિયાન પોલીસ ટુકડીએ બોલોરો જીપનો પીછો કરીને ખાવડા રોડ પર રૂદ્રમાતા બસ સ્ટેશન નજીકથી ઝડપી લીધી હતી. બોલોરો જીપમાંથી રૂપિયા 85,860ની 225 નંગ દારૂની બોટલો સાથે ભુજના જુની રાવલવાડી ખાતે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બહાદુરસિંહ ઝાલાને પકડી લીધો હતો. તેના કબજામાંથી અઢી લાખની બોલેરો જીપ તેમજ એક મોબાઈલ સહિત કુલ્લ 3,36,360નો મુદ્દામાલ કબજે લઇ બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો.