રાજપીપળા તથા આમલેથા પો.સ્ટે.ની ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી તથા રાજપીપળા પોલીસ ટીમ
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના તેમજ ના.પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન મુજબ હાલમા રાજપીપળા પો.સ્ટે વિસ્તારમાં અલગ – અલગ ગામડાઓની સીમમાં આવેલ ખેતરમાથી ડ્રીપ ઇરીગેશન પાઇપ ચોરી થવાની ફરીયાદો મળતા અન ડીટેકટ ગુન્હાઓ દાખલ થતા આ ગુન્હાઓને ડીટેકટ કરવા રાજપીપળા ટાઉનમાં તેમજ વડીયા જકાતનાકા તથા રંગઅવધુત ખાતે લગાવવામાં આવેલ સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરતા એક નંબર વગરનો અશોક લેયલન્ડ ટેમ્પોમા ડ્રીપ ઇરીગેશનની પાઇપો લઇ જતા જોવા મળી આવેલ જે ટેમ્પો શંકાસ્પદ જણાતા આ ટેમ્પા અંગે આજે વહેલીના આર.એ.જાદવ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ ટિમ તપાસમા હતા દરમ્યાન ચોક્કસ બાતમી આધારે આ નંબર વગરનો ટેમ્પામાં ડ્રીપ ઇરીગેશનની પાઇપો ભરેલ ટેમ્પો તથા તેના પાયલોટીંગ માટે મોટર સાયકલ નં- GJ – 22 – M – 8479 ને મોટી રાવલ ગામ પાસેથી પીછો કરી પકડી પાડી ટેમ્પાનો ચાલક ઉર્વિતભાઇ કાનજીભાઇ વસાવા તથા પ્રદિપભાઇ રમેશભાઇ તડવી તથા પાયલોટીંગ કરનાર મોટર સાયકલ ચાલક જશવંત ભાઇ દિનેશભાઇ વસાવા ની કડકાઇથી પુછપરછ કરતા માંગરોલ ગામે ખેતરમાંથી ડ્રીપ ઇરીગેશન પાઇપોની ચોરી કરી આવેલાનું જણાવતા હોય જેથી તેનને પો.સ્ટે ખાતી લાવી સઘન પુછપરછ દરમિયાન તેમના મળતીયા મહેશ ભાઇ અંબાલાલ તડવી રહે.લાછરસ તા.નાંદોદ જી.નર્મદા તથા આકાશ ઉર્ફે અદ્ભ (રહે.વડીયા તા.નાંદોદ જી. નર્મદા )સાથે મળી રાજપીપળા પો.સ્ટેના સુંદરપુરા, વાવડી , ભચરવાડા,શહેરાવ,લાછરસ તેમજ આમલેથા પો.સ્ટેના ઓરી,કાંદરેજ,નાવરા,સોંઢલીયા ગામે ચોરી કરેલાની કબુલાત કરતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નર્મદા તથા ટીમને કરેલ કબુલાત અંગે જાણ કરી તેઓ દ્રારા આ ગુન્હાઓમાં ચોરીમાં ગયેલ ડ્રીપ ઇરીગેશન પાઇપો તથા ઉપયોગમાં લીધેલ વાહનો કબજે કરવામાં આવેલ છે તેમજ તેઓ દ્વારા આરોપી નં -૪ થી ૭ ને પકડી પાડવામાં આવેલ છે આમ ડ્રીપ ઇરીગેશન પાઇપોની ચોરી કરતી તેમજ સીમ ચોરી કરતી સક્રીય ગેંગને પકડી રાજપીપળા પો.સ્ટેના તથા આમલેથા પો.સ્ટેના ના અનડીટેક ગુન્હાઓને ડીટેક કરી સરાહનીય કામગીરી કરવામા આવેલ છે.