નગર પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, 28મી ફેબ્રુઆરીએ મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગર પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયત માટે 28મી ફેબ્રુઆરીએ મતદાન થશે. અને બીજી માર્ચે મતગણતરી થશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી છે. તેમજ 28મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને બીજી માર્ચના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.