નખત્રાણા તાલુકાના બેરુ ગામે પીજીવીસીએલના વીજ તાર સાથે અથડાતા વધુ એક ઢેલનું મોત થયું

કચ્છમાં વીજ કેબલના લીધે રાષ્ટ્રીય પક્ષી મોરના ટપોટપ મોત થઇ રહ્યાં છે. તેવમાં વધુ એક ઢેલનું મોત થયું છે. નખત્રાણા તાલુકાના બેરું ગામ પાસે આવેલ રામદેવરા ફાર્મ સામે વહેલી સવારના પીજીવીસીએલના વીજ તાર સાથે અથડાતા ઢેલનું મોત થયું હતું.