ગાંધીધામ તાલુકાનાં કિડાણાના જંગલમાં કાંચબા પકડવાના બહાને લઇ જઇ માતા- પુત્રીની હત્યા
સંકુલમાં સાથે સહવાસ વિતાવતા પાલક પિતાએ માતા રજીયા ઉર્ફે સીમરન ઉ.41 અને પુત્રી સોનિયા (ઉ.13)ને’ આંતરિક કંકાશના મુદે ધોકા વડે માર મારી હત્યા નીપજાવી મૃતદેહોને કિડાણા તરફના માર્ગ ઉપર ગટરમાં નાખી દીધા હોવાનો ચકચારી કિસ્સો પોલીસે’ ચોપડે નોંધાતાં’ પોલીસબેડામાં દોડધામ મચી હતી. મોડી રાત્રે પોલીસે મૃતદેહોને શોધવાની’ કાર્યવાહીમાં વ્યસ્ત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. શહેરના કૈલાસનગર , ગળપાદર જેલ પાછળ ઝૂંપડા વિસ્તારમાં રહેતા’ આરોપી સંજયસીંગ દર્શનસીંગ ઓજલા (જાટ) કિડાણા બાજુ જંગલમાં કાચબા લેવા જવાનું કહી માતા રજીયા ઉર્ફે સીમરન (ઉ.41) તથા પુત્રી સોનિયા(ઉ.13)ને મોટર સાઈકલ નં. જી.જે.12.બી.કયૂ.8798માં બેસાડીને લઈ ગયો હતો. આ વેળાએ આરોપીને લાકડાનો ધોકો’ પણ લીધો હતો. જે સોનિયા પકડવા માટે’ આપ્યો હતો. આરોપી સંજયસીંગએ ગઈકાલે’ બપોરે 1.30 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધીના’ અરસામાં આ માતા-પુત્રીને ધોકા વડે’ માર મારી’ હત્યા નીપજાવી નાખી’ મૃતદેહોને ગટરલાઈનમાં નાખી દીધા હતા.પોલીસે’ સરોજ ઉર્ફે રેશ્મા’ સંજયસીંગ દર્શનસીંગ ઓજલા (જાટ)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કેફરિયાદી સરોજબેનના માતા રજીયાબેન તથા પિતા ગફુરઅબ્દુલ સાથે બનતું ન હોવાથી તે તેની માતા તથા ભાઈબહેન’ સાથે’ વર્ષ 2008-09 થી’ પાલક પિતા સંજયસીંગ સાથે રહે છે. રજીયાબેન અને’ ‘આરોપી આ પાલકપિતાના અવાર-નવાર’ ‘નાની નાની બાબતે ઝઘડા થતા હતા. આ આરોપી’ જયારે ઘરે પરત આવ્યો હતો તે ત્યારે તેના’ કપડા લોહીવાળા’ હતા. ફરિયાદી સરોજબેનએ’ ‘કારણ પૂછતા પાલક પિતાએ’ નાકમાં’ કોઈએ માર્યું હોવાથી લોહી નીકળે છે અને પગમાં પણ વાગ્યું હોવાનું કહ્યું હતું.’ માતા અને બહેન’ પરિચિત બહેનની ડીલીવરી માટે’ હોસ્પિટલમાં ગયા છે.સવારે પરત આવી જશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ મથકમાં’ આ હત્યારાએ’ બનાવ અંગે’ જાણ કરી હતી. માતા-પુત્રીને હત્યા નીપજાવનારા આરોપી સંજયસીંગના’ અગાઉ’ કોઈ’ લતા નામની ત્રીના સંબંધના મુદે’ પણ બબાલ થઈ’ ‘હોવાનું’ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે.પુરાવાનો નાશ કરી’ ફરિયાદી સરોજબેનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આ’ આરોપીને’ પોલીસ હત્યાના બનાવને લઈ ગઈ હતી.પોલીસે’ મૃતકોના’ મૃતદેહોને’ ગટરમાંથી શોધી કાઢવા કવાયત હાથ ધરી હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. આ અંગે વધુ તપાસ પી.આઈ સુમીત દેસાઈ ચલાવી રહ્યા છે.’
રિપોર્ટ બાય નિર્મલસિંહ અંજાર