મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ માંથી એક આરોપીને ATS એ ઝડપી પાડયો…
મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના ફરાર થઈ ગયેલા પોલીસ કર્મચારી આરોપીઓ પૈકી અેક ગફુરજી ઠાકોર નામના ફરાર આરોપી પોલીસ કર્મચારીને ગુજરાત એટીએસએ તેના ગામ ઉંટવેલીયાથી ઝડપી પાડયો છે એ.ટી.એસ. દ્વારા મુંદ્રા પોસ્ટેના કસ્ટોડિયલ ડેથના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે આરોપી પર મુન્દ્રા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૪૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૪૩, ૩૩૦, ૩૩૧, ૩૨૬, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ના કસ્ટોડીયલ ડેથના ગુનામા સંડોવાયેણીનો આરોપ છે તે આરોપી ગફુરજી પોતાની ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો હોય તેઓને શોધી કાઢવા સારુ અધિક પોલીસ મહાનિદેશક શ્રી એટીએસ, ગુજરાત રાજય અમદાવાદનાએ સુચના કરેલ, જે આધારે એટીએસની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ મારફતે તેમજ બાતમીદારોથી માહિતી મેળવતા આ કામે નાસતા ફરતા આરોપી પો.કો. ગફુરજી પીરાજી ઠાકોર ઉ.વ. ૨૬, રહે. ઉંટવેલીયા, તા. થરાદ, જી. બનાસકાંઠા વાળા પોતાના વતન ઉંટવેલીયા, તા. થરાદ, જી. બનાસકાંઠા ખાતેથી તપાસ કરતા મળી આવેલ હોય જેને હસ્તગત કરી આ ગુનાની તપાસ કરનાર અમલદાર શ્રી જે.એન. પંચાલ નાયબ પોલિસ અધિક્ષક, ભુજને સોંપવા તજવીજ હાથ ધરેલ છે. વધુ વિગત પોલીસ દ્વારા સતાવાર જાહેરાત પછી જાહેર કરવામાં આવશે તેવું માહિતગારો દ્વારા જાણવા મળી રહ્યું છે.