સભા સંબોધતી વખતે બીપી લો થતા રૂપાણીને અચાનક ચક્કર આવ્યા, સ્ટેજ પર ઢળી પડ્યા, હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ આવ્યા, હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. જો કે કોઈ અફવા પર ધ્યાન ન આપશો. મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તમને ચક્કર આવ્યા હતાં.
મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું કે મુખ્યમંત્રી રૂપાણી હાલત સંપૂર્ણપણે સ્વસ્થ છે. સ્વાસ્થ્ય સંબંધી વિવિધ રીપોર્ટ કરતા તે સર્વ સામાન્ય જણાઇ આવ્યા છે. દસ કરતાં વધુ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા મુખ્યમંત્રીની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી યુ.એન.મહેતામાં પહોંચ્યા
વડોદરા એરપોર્ટથી રૂપાણી અમદાવાદ આવવા આવ્યા હતાં. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા.કાફલામાં બે એમ્બ્યુલન્સ રાખવામા આવી હતી. તેમની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથી યુ.એન મહેતા હોસ્પિટલમાં સાથે જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવશે. એરપોર્ટથી નીકળ્યા ત્યારે હાથ બતાવી અભિવાદન પણ કર્યું. જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલમાં હાજર છે.
પીએમ મોદીએ સીએમના ખબર પૂછી આરામ કરવાની સલાહ આપી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી છે. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.
વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશુંઃ મુખ્યમંત્રી
આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી રહી છે.
મુખ્યમંત્રીને ચાલુ સભામાં ચક્કર આવતા સિક્યુરિટી ગાર્ડે સંભાળ્યા હતા
લાલચ-છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે, જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા માગે છે, હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા માગે છે.
થાક અને તણાવના કારણે મુખ્યમંત્રીનું બીપી લૉ થયાની શક્યતા છે.
રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને એની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે. રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.