બમરોલીમાં ડાઇંગ મિલમાં વહેલી પરોઢે આગ, 4 થી વધુ ઝૂંપડાઓમાં પ્રસરી આગ

સુરત શહેર અને આંગણે એક અનોખો નાતો છે. સ્થાનિક ફાયર વિભાગના લાખ પ્રયાસ છતાય સુરતમાં અવારનવાર આગજનીની ઘટનાઓ બનતી રહે છે. અને જાનમાલ સહીત નુકશાની થતી રહે છે. આજ રોજ વહેલી સવારે ફરી એકવાર સુરતના બામરોલી ખાતે મિલમાં આગની ઘટના બની હતી. અને આસપાસ આવેલા ઝુપડા આ આગની ઘટનામાં હોમાઈ ગયા હતા.