અંજાર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ફરાર શખ્સને કાલાવડ રોડ રજવાડી રેસ્ટોરન્ટ પાસેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડયો

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર વી.જે.જડેજા તથા ટીમના માણસો એ.એસ.આઇ.જયેશભાઇ પી.નિમાવત, ચેતનસિંહ વી.ચુડાસમાં તથા રાજદિપસિંહ ડી.ગોહીલ તથા પો.હેડ કોન્સ.હિતેન્દ્રસિંહ પી.ઝાલા તથા મહેન્દ્રસિંહ વી.જાડેજા તથા ભરતસિંહ બી.પરમાર વિગેરે નાઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ નાઓને ખાનગી બાતમીના આધારે.

અંજારમાં તા.૦૯/૦૨/૨૦૧૧ના શેઠીયા ટેલીકોમ, દેવળીયા નાકા ખાતે આવેલ દુકાનમાં અગાઉ રીચાર્જ તેમજ મોબાઇલ એસેસરીઝનું કેશ કાઉન્ટર સંભાળતા શખ્સ પ્રિન્સ નરેન્દ્રભાઇ દિવાણી (ઉ.વ ૨૮ રહે.વિજયનગર, જુની કોર્ટની સામે, અંજાર)એ કાઉન્ટરના કેશના નાણા જમા કરાવેલ ન હોઇ અને ચાર વર્ષના હીસાબના નાણા રૂા. ૪,૬૩,૪૮૬ની ચોરી કરી હતી. એ પછી તે અંજારથી રાજકોટ આવી ગયેલ હતો અને ફરાર હતો. આ શખ્સ કાલાવાડ રોડ રજવાડી રેસ્ટોરન્ટ પાસે હોવાની ચોકકસ ખાનગી બાતમી હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ પી ઝાલા તથા મહેન્દ્રસિંહ વી.જાડેજાને મળતા તેને પકડી લઈ અંજાર પોલીસને સોપવા તજવીજ કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એએસઆઇ. રાજદિપસિંહ ડી. ગોહિલ, જયેશભાઇ પી.નિમાવત, ચેતનસિંહ વી.ચુડાસમા, હેડ કોન્સ.હિતેન્દ્રસિંહ પી. ઝાલા, મહેન્દ્રસિંહ વી.જાડેજા, ભરતસિંહ બી પરમારએપોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાએ મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ ઝુંબેશ યોજવા આપેલી સૂચના અંતર્ગત કરી છે.