કચ્છની ભુમી સંયમની ભુમી : પૂ.મોરારીબાપુ
ચ્છની ભુમી સયંમની ભુમી છે’ તેમ પૂ.મોરારીબાપુએ કચ્છના રાપર તાલુકાનાં વ્રજવાણી ખાતે આયોજીત શ્રીરામ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.
પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે અમુક લોકો ખુબ જ ક્રોધી હોય છે અને સતત તેનામાં ક્રોધ જોવા મળે છે. પરંતુ માનવમાં ક્રોધના બદલે બોધ હોવો જોઇએ.
પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે ગણેશજી વિવેકના દેવ છે. તેમની પાસેથી આપણે વિવેક, જ્ઞાન, બુધ્ધિમતા સહીતના ગુણો શીખવા જોઇએ.
પૂ.મોરારીબાપુએ ગઇકાલે ‘માનસ વ્રજવાણી’ શ્રી રામકથાના બીજા દિવસે કહયું હતું કે પરસત પદ પાવન-રજનું પ્રમાણ છે. નીજ પ્રતિબિંબ રાખી સીતા છાયાનું પ્રમાણ છે. ગો તનું ધારી ગૌ પૃથ્વી માટે પ્રભુ અવતર્યા છે. ગાયનું પ્રમાણ છે. મંદ સુગંધ શીતલ-અનિલનું પ્રમાણ છે. કથાની બીજપંકિત મુજબ આહિરાણીઓએ જાણ્યા વગર ભરોસો નથી કર્યો અને ઢોલ વાદકને જાણી લીધો હશે. અહી પવિત્રતા છે. જાણ્યા વગર ભરોસો ન થાય, ભરોસા વગર પ્રીત ન થાય અને પ્રીત વગર ભકિત દ્રઢ ના થાય.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે આ સત્યત્વ, પ્રેમત્વ અને કરૂણત્વનો સમન્વય છે. ઇતિહાસમાં પ્રમાણ હશે પણ શુધ્ધ અંતઃકરણના અનુભવનું ભજન પ્રમાણ વધારે નજીક છે. અંતઃકરણ શુધ્ધ થાય એટલે સંકેતો ઝીલાય છે. અહી યોગાગ્નિમાં વિસર્જન છે. વીરહાગ્નીમાં વિસર્જન નથી. દેહાતિતભાન એટલે વચ્ચે શરીર આવ્યું જ નથી. જે ઉમળકો થયો હતો એને મુકિત મળી, પિંજર પહોળુ થયું, સંકીર્ણતા તુટી. આ આયરાણીઓ યદુવંશના વંશજો છે. જેની સમાજની બહુ ઉંચી પરંપરા છે પણ દેહાતીત ભાવ જાગ્યો હોય તો જ એને રાસ રચ્યો હશે તેમ જણાવ્યું હતું