શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળાના NCC કેડેટ દ્વારા મુન્દ્રા મધ્યે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું…
મુન્દ્રા ખાતે આજ રોજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 5 ગુજરાત નેવલ યુનિટ નેશનનલ કેડેટ કોર્પ્સ દ્વારા આજે મુન્દ્રા નગરના મુખ્ય વિસ્તારો એવા માંડવી ચોક, બસ સ્ટેશન વગેરે વિસ્તાર તેમજ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા સ્થળ રાષ્ટ્રીય સ્મારક આંબેડકર સર્કલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
મારું ગામ સ્વચ્છ ગામ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શેઠ શ્રી આર.ડી. એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ જેસર તથા શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સ્નેહલભાઈ વ્યાસ તથા શાળાના NCC યુનિટ 5 ગુજરાત નેવલ યુનિટ ની જવાબદારી નિભાવતા થર્ડ ઓફિસર એવા શિક્ષક શ્રી તુષારભાઈ ગઢિયાના માર્ગદર્શન તળે આજે સ્વચ્છતા વિશે જનજાગૃતિ ફેલાવવાની સાથે NCC કેડેટ્સ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું…