મહારાષ્ટ્રઃ મુંબઈ પૂણે એક્સપ્રેસ પર સર્જાયો કાર અકસ્માત, 5ના નિપજ્યાં મોત, અન્ય 5 ઘાયલ
મુંબઈમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની એક જોરદાર ટક્કર થઈ જેમાં પાંચના મોત થઈ ગયા છે. સોમવારે રાત્રે ખોપોલી પાસે મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ઘણી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. આ ભીષણ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતના સમાચાર છે. વળી, આ દૂર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલોને પાસેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે