જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઈકો વાન ઊંડી ખીણમાં ખાબકતા છ લોકોના દર્દનાક મોત
સોમવારે સાંજે ડોડાથી બટોત તરફ જઈ રહેલી એક ઈકો વાન ડોડા જિલ્લાની રંગીનાળા નજીકની ઊંડી ખીણમાં ખાબકી
- 6 લઈને જઈ રહેલી ઈકો વાન ડોડાના રંગીનાળા નજીકની ઊંડી ખીણમાં ખાબકી
- ખબર મળતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ
- છ લોકોની લાશ મેળવી લેવામાં આવી
મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલા તથા એક બાળક સામેલ છે. ખબર મળતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને રાહત-બચાવ કામ શરુ કરી દીધું હતું.સોમવારે સાંજે ડોડાથી બટોત તરફ જઈ રહેલી એક ઈકો વાન ડોડા જિલ્લાની રંગીનાળા નજીકની ઊંડી ખીણમાં ખાબકી હતી, વાનમાં બેઠેલા તમામ છ લોકોના મોત તયા હતા. ડોડાના એસએસપી મુમતાજ અહેમદે જણાવ્યું કે છ લોકોની લાશ મેળવી લેવામાં આવી છે.