કચ્છમાં ડબલ મર્ડર પ્રકરણમાં આરોપી સંજયસિંઘ જાટની ધરપકડ

ગાંધીધામમાં લીવ ઇન રિલેશન માં રહેતી સિમરન ઉર્ફે રઝિયા અને તેની પુત્રી સોનિયાની હત્યા થયા બાદ બન્ને માતા પુત્રીની લાશ મળી આવી છે.પુત્રીની લાશ કાસેઝ પાસેથી જયારે તેની માતાની લાશ કિડાણા ગામ પાસેથી ગટરની ચેમ્બરમાંથી મળી આવી છે. સંજયસિંઘ દર્શનસિંઘ જાટે તેની સાથે રહેતી માતા પુત્રીની હત્યા કરી બન્નેની લાશ ગટરમાં ફેંકી દીધી હતી.ઘરકંકાસમાં બનેલ હત્યાના આ બનાવ બાદ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી