ગોંડલમાં એજાજ કાથરોટીયાને ૩.૮ કિલો ગાંજા સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો

ગોંડલના ભગવતપરામાં રૂરલ એસ.ઓ.જીની ટીમે દરોડો પાડી ખાટકી શખ્સને ૩.૮ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ સુરતની ગાંજાનો જથ્થો લાવી ગોંડલમાં ર૦૦ રૂ. માં પડીકી વેચતો હોવાની કબુલાત આપી છે.ગોંડલના ભગવતપરામાં ગાંજાનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી.બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના પીઆઇ એ.આર. ગોહીલની સુચનાથી પીએસઆઇ એચ.એમ.રાણા તથા સ્ટાફે ગોંડલ ભગવતપરા ગેઇટવાળી શેરી ઇલેવન પ્રોવીઝન સ્ટોરની બાજુમાં રહેતા એજાજ ઉર્ફે બબુ સલીમભાઇ કાથરોટીયાના ઘરે દરોડો પાડી ગાંજાનો જથ્થો ૩ કિલો ૮૦૦ ગ્રામ કિ.૩૮૦૦૦ના જથ્થા સાથે એજાજને ઝડપી લીધો હતો. પકડાયેલ એજાજ આ ગાંજાનો જથ્થો સુરતની લાવી ગોંડલમાં ર૦૦ રૂ. માં પડીકી વેચતો હોવાની કબુલાત આપી છે. એજાજ સુરતથી કોની પાસેથી ગાંજાનો જથ્થો લાવતો હતો?તે અંગે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.એમ.કોલછાદરા તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે. પકડાયેલ એજાજના કોવીડ ટેસ્ટ બાદ રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાનાર છે.