મધ્યપ્રદેશમાં 54 મુસાફરોને લઈ જતી બસ સીધી કૅનાલમાં ખાબકી, 37 લોકોનાં મોત

કૅનાલમાંથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સાત લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.જ્યારે 37 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં 20 પુરુષ, 16 મહિલાઓ અને એક ચાર વર્ષના બાળકનો સમાવેશ થાય છે.NDRF અને SDRFની ટીમો મૃતદેહોની તલાશમાં લાગેલી છે.પહેલાં જણાવાયું હતું બસમાં 54 મુસાફરો સવાર હતા. પરંતુ હવે સ્થાનિક પ્રશાસને અત્યાર સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં ખરેખર કેટલા લોકો હતા.જણાવાઈ રહ્યું છે કે આ દુર્ઘટના મંગળવારે સવારે સાડા સાત વાગ્યે થઈ હતી. આ બસ મધ્ય પ્રદેશના સીધીથી સતના જિલ્લા જવા માટે નીકળી હતી અને સંભવિતપણે નિયંત્રણ ગુમાવવાના કારણે બસ નહેરમાં ખાબકી ગઈ.