સાવરકુંડલામાં હિસ્ટ્રિશીટર ના લાગ્યા બેનર બન્યા ભાજપના ઉમેદવાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં નોકરી નહી તો મત નહીના બેનર બાદ હવે અમરેલીના સાવરકુંડલામાં લાંચ લેતા પકડાયેલા પ્રમુખને ભાજપે ઉમેદવાર બનાવતા બેનરો લાગ્યા છે. સોસાયટીઓમાં બેનર લાગતા ભાજપ ભીસમાં મુકાઇ ગયુ છે.સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ દુર્લભજી કલ્યાણ જયાણી ઉર્ફે ડીકે પટેલને ટિકિટ આપવામાં આવતા વિરોધ થઇ રહ્યો છે. બેનરમાં ભાજપના ઉમેદવારની તસવીર સાથે તેમનું નામ અને તેમની પર થયેલા કેસની સાથે સાથે કઇ કઇ કલમો તેમના વિરૂદ્ધ નોંધાયેલી છે તેની યાદી પણ બેનરમાં મુકવામાં આવી છે.બેનરમાં એમ પણ લખવામાં આવ્યુ છે કે, કેવા ઉમેદવાર પસંદ કરશો, સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં હીસ્ટ્રિશીટરોનો સાથ દેશો કે સેવકોનો…તમારો મત સત્યની સાથે હશે તો સાવરકુંડલાના હિસ્ટ્રિશીટરો ચૂંટમી લડી રહ્યા છે. તે આપો આપ દૂર થશે. લાંચ રૂશ્વત સહિત કલમો 92/95_ipc 188, 72/18 ipc 120 B 295 143 147 149 151 153 427 332 504 506 ( 2 ) લગાવવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલા અનેક કેસો અને અમરેલી જીલ્લાના હિસ્ટ્રિશીટરોની યાદીમાં જેનું નામ સમાવેશ છે તેવા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તો પ્રજાએ હવે આવા હિસ્ટ્રિશીટરોને જાકારો દેવાનો સમય પાકી ગયો છે, માટે હિસ્ટ્રિશીટરોને અલવીદા કરો અને સાચા સેવકોને લોકોના માણસને ચૂંટી કાઢવા અપીલ છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા તેમજ 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે.