વીજળીના વાયરથી શોર્ટ સર્કિટ થતા ડાંગરના પરાળ ના પૂળા બળીને ખાખ
બગોદરા:નાનોદરા ગામે વીજ વાયરના શોર્ટસ સર્કીટ થી ખેડૂત ના ૯oવિધા ડાંગરના પરાળના ૧૪ હજારથી ઉપરના બળીને ખાખ થયા ખેડૂતને લાખોનું નુકસાન
ખેડૂતે વળતર માટે ટીડીઓને અરજી કરી
બાવળા તાલુકાના નાનોદરા ગામના ખેડુત મણિલાલ અમરશીભાઈ સયુંક્ત કુટુંબમાં રહે છે અને તેમણે બાપદાદાની જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવે છે તેમનો ૯o વિધામાં ડાંગરનો પાક નિષ્ફળ જતાં તેને વાઢી ડાંગરના પરાળ ના ગંઠા બનાવી એક જગ્યાએ ભેગા કરી મુક્યા હતા. નાનોદરા ગામના ખેડુત મણીલાલ અમરશીભાઇના કહ્યા પ્રમાણે ત્યાંથી બાવળા થી દેવડથલ ખેતીવાડી ની વીજ લાઈન પસાર થાય છે.પરંતુ વીજ કંપની દ્વારા તારનું મેઈન્ટેનશ ન થવાથી વાયરો ઢીલા હોવાથી સોર્ટસર્કિટ થવાથી તણખા ઝરતા નીચે ભેગા કરેલા 90 વિઘાના ડાંગરના પરાળના બનાવી ગોઠવેલ ગંઠા સળગવા પામ્યા હતા ત્યારે વાયરમેનને બોરની લાઇટ આપવા ફોન કરેલ જેથી બોર ચાલુ થાય તો પાણી છાટી શકાય અને અગ્ની પર કાબુ મેળવી શકાય પંરતું તેમણે ફોન ઉપાડયો જ ન હતો પછી બાવળા જીઇબીને ફોન કરતા તેમણે પણ વિજ ચાલુ ન કરતા ખેડુત ધારાસભ્યના શરણે ગયા હતા ખેડુતના કહ્યા પ્રમાણે વાયરમેન તથા બાવળા ugvcl કર્મચારીની બેદરકારીથી મેન્ટેનન્સ ન કરતા હોવાથી અને વૃક્ષોની તાર નજીકની સફાઇ ન થવાથી તાર ભેગા થવાથી શોર્ટ સર્કિટ થવા પામ્યું હતું શોર્ટ સર્કિટથી તેના તણખા પડતા ભેગા કરવામાં આવેલા ડાંગરના પરાળ ના ગંઠા સળગવા માંડયા હતા અને વાપરમેનને ફોન કરતા વાયરમેને ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી જેથી કરી તાત્કાલિક કોઇ મદદ ન મળવાથી 14000 થી વધુ ગંઠા બળીને ભસ્મ થઇ જતા ખેડૂત મણીલાલ અમરસિંહભાઈ ને લાખોનું નુકસાન થવા પામ્યું છે અને તેમણે વાયરથી થયેલ નુકશાનનું વળતર માટે બાવળા ટીડીઓ ને અરજી પણ કરેલ છે ખેડુતનું કહેવું છે કે અમને વળતર આપવામાં આવે
રીપોર્ટર :ગોહેલ સોહીલ કુમાર