ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સહિત સંતો પણ આવ્યા CM રુપાણીના સંપર્કમાં
ગતરોજ સીએમ રુપાણી વડોદરાના નિઝામપુરામાં એક જાહેર સભાને સંબાધી રહ્યા હતા. તે વેળા તેમનો બલ્ડ પ્રેશર લો થઈ જતા તેઓને ચાલુ ભાષણમાં જ ચક્કર આવ્યા હતા અને તે સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જેથી તેઓને સારવાર માટે તાત્કાલિક યુએન મહેતા લાવવામાં આવ્યા હતા અને જયા તેમનો કોરોના ટેસ્ટ કરાતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ સીએમ રુપાણીએ પોતાના ટ્વિટ અકાઉન્ટ પર ટ્વિટ કરી તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનું કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. છેલ્લા ચારેક દિવસમાં મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર માટે સભાઓ ગજવી હતી. આ દરમિયાન તેમની સાથે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સહિત સંતો પણ સંપર્કમાં આવ્યા હતાં.ગઈકાલે વડોદરામાં કારેલી બાગ ખાતેના મહેસાણાનગર ચાર રસ્તા પાસે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વડોદરાના અગ્રણી કાર્યકરો હતાં. તેમણે છેલ્લા પાંચ દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 10 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનો અને મંત્રીઓ હાજર હતાં. જેમાં ગત 11 તારીખે અમદાવાદમાં સંકલ્પગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.જયારે 12મી ફેબ્રુઆરીના રોજ તેઓએ ભાવનગરમાં બે સભાઓ ગજવી હતી. ત્યાર બાદ 13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજ પણ તેમના સંપર્કમાં આવ્યાં હતાં. 14મી ફેબ્રુઆરીએ તેમણે જામનગરની મુલાકાત દરમિયાન ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ ગજવી હતી. અંતે વડોદરામાં કારેલીબાગ ખાતેની સભામાં તેમની તબિયત લથડી હતી