અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે રાહુલ ગાંધીના નિવેદન પર થયો હોબાળો

અસમમાં ચૂંટણી સભાને સંબોધવા દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના કાર્યકર્તાઓ શહેરના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને “રાહુલ ગાંધી માફી માંગે”ના સુત્રોચાર કર્યા હતા. આટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓએ અહીં પોસ્ટરો પણ સળગાવ્યા હતા.જ્યારે ભાજપ સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ મોદી-શાહ વિરોધી સુત્રોચાર કર્યા હતા. આમ કોંગ્રેસ કાર્યાલય બહેર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. લગભગ અડધો કલાક સુધી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે સુત્રોચાર કરતા રહ્યા,