ભુજ નગરપાલિકા ચૂંટણી ઢંઢેરામાં જૂની વાતો ફરી દોહરાવાશે,કે વિકાસ ની નવી જાહેરાતો સાથે થાસે પ્રચાર : શું થશે પુનરાવર્તન કે થશે પરિવર્તન?

ભુજનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ભુજ શહેરને સ્વરછ,ગટર મુકત, બનાવવા ઉપરાંત શહેરમાં અનેકવિધ વિકાસલક્ષી કામો કરવાનું વચન આપી રહ્યા છે અને ભુજ શહેર ની વર્ષોથી રહેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી,રસ્તા,ગટર,સફાઇ સહિત આરોગ્યલક્ષી સેવાઓને સર્વે કરવાની જાહેરાતો પણ કરી રહ્યા છે જોકે, આ ચૂંટણી ઢંઢેરામાં ગત વખતે જાહેર કરાયેલી વાતો જ ફરી દોહરાવાઇ છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી ઢંઢેરામાં નવી કોઇ જાહેરાતજ કરાઇ નથી.તેવું લોકો દ્વારા કહેવામા આવી રહ્યું છે