રાજકોટમાં લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

4b05195e62e8ad8ce9e2a7f178bb9832b761b3bed3f728aa4773605e271d05d4

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબી રોડ નજીક માર્કેટિંગ યાર્ડની આસપાસ SOG પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.