જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં 4 ત્યજી દિધેલી બાળકીઓ મળી આવી હતી. જેમાં વેજલપુર અને જુહાપુરામાંથી બાળકીઓ મળી આવતા વેજલપુર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. રખિયાલમાં રહેતા સરફુદ્દીન મન્સુરી નામનાં રિક્ષાચાલકે પોલીસમાં ફરિયાદ આપી હતી કે તે લોડીંગ રિક્ષા લઈને ફતેવાડી મેટ્રો સ્ટેશનથી રખિયાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે એક કુતરો તેના મોઢામાં જાંબલી કલરના સ્વેટરમાં કઈંક લઈ જતા જોયો હતો અને નજીક જઈને જોતા તેને આ બાળકી મળી હતી.તેણે બાળકીને પોતાનાં ઘરે લઈ ગયો હતો અને બાળકીને સાફ કરી તેની પત્નિએ તેને દૂધ પીવડાવ્યુ હતુ અને રાત્રે તેના મોટા ભાઈ આવતા પોલીસને બાળકી અંગે જાણ કરી હતી.આ મામલે પોલીસે ક્રોસ તપાસ કરતા ફરિયાદી પોતે જ આ ત્યજી દિધેલી બાળકીનો પિતા હોવાનુ સામે આવ્યુ છે. રિક્ષાચાલક સરફુદ્દીન મન્સુરીને હાટકેશ્વરની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો જે યુવતી થકી આ બાળકીનો જન્મ થયો હતો. જે બાળકીનો નિકાલ કરવા માટે તેણે જાતે આ બાળકીને જુહાપુરા ખાતે લઈ જઈ પોલીસમાં બાળકી મળી હોવાની ફરિયાદ કરી હતી.આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી બાળકીની માતા સહિત યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે