માંકણા ગામેથી પસાર થતી નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકણા ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાંથી એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો.કામરેજ તાલુકાના માંકણા ગામની સીમમાં આરાધના સોસાયટી વિભાગ-2 ની પાછળના ભાગેથી કાકરાપાર ડાબા કાંઠા નહેર પસાર થાય છે. આ નહેરના પાણીમાં અજાણી સ્ત્રીનો મૃતદેહ જોતાં જ કેયૂર પટેલે કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી જોતાં આ અજાણી મહિલા જેની ઉમર આશરે ઉ.વ. 45થી 50 ની જણાતી હોય. જેણે શરીરે મહેંદી કલરનું બ્લાઉઝ તથા કમરે આસમાની કલરની સાડી વિંટાળેલ છે. તથા માથા ઉપર સ્કાપ બાંધેલ છે. જે મધ્યમ બાંધાની,રંગે શ્યામવર્ણનની છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મહિલાના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.