૧૫૦ આંગણવાડી દ્વારા સિગ્નેચર કમ્પેઇન હેઠળ ૧૫ હજાર નાગરિકોને મતદાન માટે જાગૃત કરાયા
તા. ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક – ૩ માં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. SVAP STATE VOTERS AWARNESS PROGRAM ના નોડેલ અધિકારી/જીલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. શાખા, શ્રી ઈરાબેન ચૌહાણ અને આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક–૩ ના સી.ડી.પી.ઓ. શ્રી નીતાબેન સી.ઓઝા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક–૩ ના ૧૫૦ આંગણવાડી કેન્દ્રોમાં સુપરવાઈઝ તથા આંગણવાડી કાર્યકર તથા તેડાગર દ્વારા સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ હેઠળ COVID–19 ની માર્ગદર્શિકાનું પાલન કરીને ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી અને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ૧૫૦૦૦ નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતો. તેમજ લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.