ટંકારાના મેધપર ઝાલા ગામની સીમમાંથી ચાઇના કલેમાટીમાં સાડા પાંચ લાખનો દારૂ ઝડપાયો : ટ્રકમાં છુપાવેલ

મોરબી એ સિરામિક હબ છે જેથી સિરામિકમાં વપરાતી ચાઈના કલે માટી ઠગલા બંધ ટ્રકમાં ભરીને લઇ આવવામાં આવે છે ત્યારે બુટલેગરોએ નવો નુસકો અપનાવીને ચાઈના કલે માટીના ટ્રકમાં વિદેશી દારૂ વેચાણ કરવાના ઈરાદે મગાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી આઈ વી બી જાડેજાની સુચાનાથી પી એસ આઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પુર્થ્વીરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા અને વિક્રમભાઈ ફૂગસીયાને બાતમી મળેલ કે મેધપર ઝાલા ગામ થી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે-બંને મેધપર ઝાલા તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા રહે-ખીડોઈ કચ્છ વાળાએ પરપ્રાંતમાંથી ટ્રક આર જે ૨૧ જીએ ૨૫૭૭ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી જથ્થો ઉતારનાર હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૮૦ કીમત રૂ.૫,૬૪,૦૦૦, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ તથા ટ્રક આર જે ૨૧ જીએ ૨૫૭૭ કીમત રૂ.૧૦,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૫,૬૯,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી સંતકુમાર રામુરામ બીશ્રનોઈ રહે-પોલાસ વિશનોઈયાન રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તો એલસીબી ટીમની વધુ તપાસમાં બલદેવરામ ચૌધરી રહે-ડાબરાનું થાણું રાજસ્થાન, ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા રહે-મેધપર ઝાલા, રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે-મેધપર ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા રહે- ખેડોઈ કચ્છ નું નામ ખુલતા પોલીસે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઈ મૈયડ, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઈ વામજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસિયા, ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, રણજીતસિંહ જાડેજા, સતીશભાઈ કાંજીયા સહિતની ટીમે કરેલ છે.