ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ફલ કિ રૂ ૪૫.૮૭-૪ર૦/. ના મુદ્યમાલ સાથે પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

સ્થાનિક સ્વરાજની ચુટણી સંદર્ભે આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પુર્વ બાતમી આધારે ભારત બેન્ઝ કંપનીના ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ફલ કિ રૂ ૪૫.૮૭-૪ર૦/. ના મુદ્યમાલ સાથે પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ હાલમાં ગુજરાત રાજયમાં યોજાનાર સ્થાનીક સ્વરાજની ચુટણી અનુંસંધાને મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જજા.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભ્રચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોડીબીશનની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઇ. વાય.કે.ગોહિલનાઓને મળેલ પૂર્વ બાતમી આધારે આડેસર ચેક પોસ્ટ પાસેથી એક ભારત બેન્ઝ કંપનીનો બંધ બોડીનો ટેમ્પો રજી.નં. જી.જે-૦૪.-ડબ્લયુ.- ૬૧૦૪ વાળાના પાછળના ભાગેના બંધબોડીના દરવાજોઅનો શીલ ખોલી ચેક કરતા ભ્રારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાઇ જનાર આરોપી:-
(૧) રૂગનાથરામ બંસારામ ઢાકા જાતે.બિશ્ઞોઇ, ઉ.વ.૪૬, ધંધો.ડ્રાઇવીંગ,રહે.કુંદલ્માર્ગ,પાદરૂ,તા.સિવાના,જી.બાડમેર,રાજસ્થાન
હાજર ન મળી આવેલ આરોપી:-
(૧) રાજુ રહે.સાંકડ, તા.સાંચોર,જી.જાલોર,રાજસ્થાન (ઇગ્લીશ દારૂ ભરવા મોકલનાર)
(૨) રાજુનો માણસ (ઇંગ્લીશ દારૂ ભરી આપનાર)
(3૩) મો.નં.૮૮૯૮૮૮૮૫૨૬ (ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર)