રાપરના ખાંડેક ગામના યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપધાત

રાપર તાલુકાના ખાંડેક ગામના યુવાને વિદ્યાનગરમાં ગળાફાંસો ખાઈ અંતિમવિશ્વાસ લીધા હતા. મૃતક સામે રાપર પોલીસ સ્ટેશને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ ખાંડેકના રહેવાસીએ ગઇ કાલે રાત્રના 11 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાધો હતો.તેને સારવાર અર્થે નજીક ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોત પામેલ સામે રાપર પોલીસ સ્ટેશને અઠવાડીયા પહેલા બળાત્કાર ફરીયાદ નોંધાઈ હતી.બળાત્કારના કેસમાં તેની ધરપકડ કરી ન હતી. વિદ્યાનગર પોલીસે આ અંગે રાપર પોલીસને જાણ કરી હતી. રાપર પોલીસે કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.

  • મળતી માહિતી મુજબ