રાપર તાલુકા મા ત્રણ સો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શાળામાં આવ્યા

કોરોના વાયરસ ના લીધે છેલ્લા અગિયાર માસ થી પ્રાથમિક શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી કોલેજ સુધી નો તમામ પ્રકારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ધરે રહી ને અભ્યાસ ઓનલાઇન કરવા નો થયો હતો જેના લીધે વિધાર્થીઓ બાળકો ના અભ્યાસ પર અસર પડી શકે તેમ હતી જેમાં આજે સરકારી ગાઈડ લાઈન મુજબ આજ થી વાલીઓ ની સંમતિ થી ધો છ થી આઠ ના વર્ગ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને વાલીઓ ની સંમતિ થી આજ થી શિક્ષણ મેળવવા માટે સ્કુલ મા આવ્યા હતા જેમાં વાગડ વિસ્તારના રાપર તાલુકા ની 300 જેટલી પ્રાથમિક શાળામાં ધો છ થી આઠ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને વાલીઓ ની સંમતિ થી પ્રવેશ કરવા મા આવ્યો હતો
આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારિયા એ જણાવ્યું હતું કે સરકાર ના નિયમ મુજબ દરેક સ્કૂલ મા ધો છ થી આઠ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને કોરોના અંગે ની સરકાર ની ગાઇડ લાઇન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાં વિધાર્થીઓ નું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે અને સેનેટાઈઝેશન તેમજ માસ્ક પહેરીને આવવાનું અને ધર પર થી નાસ્તો પાણી સાથે આવવા માટે ની ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે આજે રાપર તાલુકામાં લગભગ દરેક સ્કુલ મા અંદાજે પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા સવારે સાડા દશ થી પાંચ નો રાખવા મા આવ્યો છે આજ થી શરુ કરવામાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શિક્ષણ માટે આજ થી શરૂ થઈ છે તે માટે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણ ભાઈ ડાંગર અને મહામંત્રી ગણપત ડાભાણી એ જણાવ્યું હતું કે આજ થી ધોરણ છ થી આઠ ના વર્ગ માટે શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તે મુજબ આજ થી શિક્ષકો અને વિદ્યાર્થીઓ મા આનંદની લાગણી વ્યાપી છે અને આગામી સમયમાં શિક્ષણ વ્યવસ્થા મા સુધારો આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે