ભુજ શહેરના લૉકલ ટ્રેક્ટર માલિકોને સરકારી તંત્ર દ્વારા થતી કનડગત અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ
ભુજ શહેરના લોકલ ટ્રેકટર માલિકૉને સરકારી તંત્ર દ્વારા પડતી મુશકેલીઓ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઇ છે. જેમાં ખાણ-ખનિજ શાખા દ્વારા ટ્રેકટર માલિકોને ફટકારવામાં આવતી પેનલ્ટી નાબૂદ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે બીજા મુદામા મોટા વાહન શહેરમાં પ્રવેશી ન શકતા હોવાથી તે માલ-સામાન અમો ટ્રેક્ટર મારફત શહેરમાં પહોંચાડીએ છીએ. જે આ માલ-સામાનની મોટા વાહનો પાસે રોયલ્ટી હોવા છતાં ટ્રેકટર માલિકો પાસેથી પણ બીજી વાર રોયલ્ટીની માંગણી કરવામાં આવ છે. જે આ બાબત અન્યાઘકતાં છે.ત્રીજા મુદામા સરકારશ્રીના નિયમ અનુસાર માલીકીના રહેણાકના મકાનમાં થતા ખોદાણ કામમાંથી નિકળતી માટીની રોયલ્ટી લેવાની રહેતી નથી. તેમ છતા તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ટક્ટર માલિક પાસેથી રોયલ્ટીની માંગણી કરવામાં આવે છે તે બાબતે યોગ્ય નિર્ણયે લેવો જરૂરી છે. ચોથા મુદામા માલિકીના રહેણાકના મકાનમાંથી કાઢવામાં આવતો કાટમાળ ફાંકવા સ્થળાંતર કરવા માટેની કોઈ પણ જગ્યા સરકારી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ નથી જેથી કાટમાળ તથા મલબાંજ જગ્યાએ નિકાલ વાહન અયોગ્ય રીતે ડીટેઈન કરવામાં આવ છે.પાંચમા મુદામા જયારે પણ સરકારો કમચારી દ્વારા વાહન રોકવામાં આવે છે, ત્યારે ડ્રાઈવર આ કાયદાઓથી અજ્ઞાત હોતા માલિક સાથે વાત કરવાની સલાહ આપતા સરકારી કર્મચારીઓ ડ્રાઈવરોના મોબાઈલ છીનવી લે છે. આમ ઉપરોકત મુદાઓને ધ્યાને લઈ સત્વરે નિર્ણય લેવાય તેવી રજુઆત સાથે વિનંતી છે. અન્યથા માલિકો આ કપરા સમયમાં પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલ થતો હૉય, ના છુટકે ગાંધી ચિંદ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી. રિપોર્ટ બાય:તેજસ પરમાર-ભુજ