વિનોદભાઈ ચાવડાની પ્રેરણાથી ભુજ રોટરી હોલ ખાતે ત્રિ-દિવસીય પુસ્તક મેળો યોજાશે.
ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલજી ની સ્મૃતિ અને વંદના સાથે સાંસદશ્રી વિનોદભાઈની પ્રેરણા અને માર્ગદર્શકથી કચ્છનાં સાહિત્યકારો ને ઉજાગર કરવા તથા વધુને વધુ સાહિત્ય પીરસે માટે તા.૨૧/૦૨ થી ૨૩/૦૨ ત્રિ-દિવસીય પુસ્તક મેળાનું આયોજન સાંસદશ્રીની સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, સર્વશ્રી ગોરધન પટેલ ‘કવિ’ રસનિધિ અંતાણી, ડો. ઉર્મિલ હાથી અને ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા રોટરી હોલ, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ ખાતે સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ ઓફ ઇન્ડિયા, મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના સહયોગથી આયોજિત કરવામાં આવેલ છે, જેમાં આયોજકમાં વિવેકાનંદ રિસર્ચ & ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ યુથ ડેવલોપમેન્ટ ભુજ રહેશે. ઉપરોક્ત પુસ્તક મેળામાં ૩૦૦ થી વધુ લેખકો સાહિત્યકારોએ પોતાની સાહિત્યની ઝલક આપેલ છે, જેમાં મૂળ કિમંત માં પણ ૪૦% વળતર આપવાનું સૌજન્ય શ્રી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને સખી દાતાઓએ નક્કી કરેલ છે તેમ શ્રી વિનોદ ચાવડાએ જણાવતાં સાહિત્ય અને કલાનો પ્રચાર – પ્રસાર કરવાનાં માધ્યમ રૂપ પુસ્તક મેળા માટે આનંદ વ્યક્ત કર્યો હતો. શ્રી દિપેશભાઈ શ્રોફ, જાનવીબેન છાયા, ભુજ રોટરી ગવર્નર અને શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સાહિત્ય લેખકો અને સાહિત્ય રસિકોને પ્રોત્સાહન આપવા મેળાની મુલાકાતે આવશે. જનતા જનાર્દન પણ આ મેળાનો લાભ લઇ લેખકો – કવિઓ, સાહિત્ય રસિકોને પ્રોત્સાહન આપવા સાંસદશ્રી તથા આયોજકે અપીલ કરી હતી.