મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ઝડપાયેલ પૂર્વ સરપંચ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

મુન્દ્રા પોલીસ ની કસ્ટડી માં બે ગઢવી યુવાનોના નીપજેલ મોત પ્રકરણમાં સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની લોનાવલાથી ધરપકડ કરાયા બાદ આજે ૧૯/૨ ના તેને પોલીસ દ્વારા મુન્દ્રા કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. જે અનુસંધાને કોર્ટમાં તા/૨૨/૨ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસ દ્વારા મૃતક બન્ને ગઢવી યુવાનોને ચોરીના કેસમાં ઝડપાયા હોવાનું કહી કોઈ પણ જાતની કાયદેસર કાર્યવાહી કર્યા વિના મુન્દ્રા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયા હતા. જ્યાં પોલીસની મારને કારણે બન્ને યુવાનોના મોત નીપજ્યા હતા. બબ્બે યુવાનોના પોલીસ કસ્ટડીમાં મોત સંદર્ભે ગઢવી સમાજ દ્વારા સતત ઉગ્ર આક્રોશ વ્યકત કરાઇ રહ્યો છે.જોકે, હજીયે આ પ્રકરણમાં જવાબદાર એવા પોલીસ કર્મીઓ હજીયે ફરાર છે.