જેતપુરના પેઢલાની સીમમાં જુગારધામ ઝડપાયું : છ શકુનિઓ પકડાયા : 1.20 લાખની રોકડ સાથે 2.29 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પેઢલા ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ગાંડુ ભાઈ ધનજીભાઈ લાડાણી, જયેશભાઈ વસંતભાઈ જયસ્વાલ, ભરતભાઈ કેશુભાઈ માલવિયા, હરિભાઈ રવજીભાઈ ધામી, અતુલભાઇ મનુભાઈ કોઠારી સહિતનાઓ ને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ 1.20 લાખની રોકડ સાથે 2.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જુનાગઢ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પર થી ફરાર પાકા કામના કેદી લાલજીભાઈ કલાભાઈ પરમારને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પી.એસ.આઇ. વી.એમ. કાલોદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે જુનાગઢ મધ્યસ્થ જેલમાંથી જામીન મેળવી પરત જેલ ખાતે લાલજીભાઈ પરમાર નામનો આરોપી હાજર નથી થયો

જે પોતાના ઘરની આસપાસ ફરી રહ્યો છે. ત્યારે એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી મોટી પાનેલી બસ સ્ટેશન પાસેથી ઝડપાઈ જતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે