પશ્ચિમ રેલવે ગુજરાતની આ ત્રણ જગ્યાઓએ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર – ઇન્દોર, પોરબંદર – કોચ્ચુવેલી અને ઓખા – તુતીકોરિન વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નં. 09309/09310 ગાંધીનગર-ઇન્દોર-ગાંધીનગર સ્પેશિયલ (દૈનિક)
ટ્રેન નંબર 09309 ગાંધીનગર – ઇન્દોર સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ 18:15 વાગ્યે ગાંધીનગરથી ચાલીને બીજા દિવસે 05:55 વાગ્યે ઇન્દોર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09310 ઇન્દોર – ગાંધીનગર સ્પેશિયલ 01 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ 23:00 વાગ્યે ઈન્દોરથી ચાલીને બીજા દિવસે 09:45 વાગ્યે ગાંધીનગર પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડીયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાબાદ ખેડારોડ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, ખાચરોદ, નાગદા, ઉજ્જૈન અને દેવાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.
ટ્રેન નંબર 09262/09261 પોરબંદર-કોચ્ચુવેલી-પોરબંદર સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09262 પોરબંદર – કોચ્ચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ 25 મી ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી પોરબંદરથી દર ગુરુવારે 18:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 15:05 વાગ્યે કોચ્ચુવેલી પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09261 કોચ્ચુવેલી – પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 28 ફેબ્રુઆરી, 2021 થી આગળની સૂચના સુધી કોચ્ચુવેલીથી દર રવિવારે 11:10 વાગ્યે ઉપડશેઅને ત્રીજા દિવસે સવારે 07:25 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, કારવાર, ઊડ્ડપી, મંગલુરુ જ., કાસરગોડ, કન્નુર, કોઝિકકોડ, તિરુર,શોરનુર જ., થ્રિસુર, એરનાકુલમ, આલપ્પુઝા, કાયમકુલમ અને કોલ્લમ જ. સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.
ટ્રેન નંબર 09568/09567 ઓખા – તુતીકોરિન – ઓખા સ્પેશ્યલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09568 ઓખા – તુતીકોરિન સ્પેશ્યલ 02 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દર શુક્રવારે 00:55 વાગ્યે ઓખાથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:45 વાગ્યે તુટીકોરિન પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09567 તુતીકોરિન – ઓખા સ્પેશિયલ 04 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી તુતીકોરિનથી દર રવિવારે 22:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 03: 35 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પૂના, સોલાપુર, કલબુર્ગી, વાડી, રાયચુર, મંત્રાલયમ રોડ, અડોની, ગુંતકલ, અનંતપુર, ધર્માંવરમ, હિંદુપુર, યેલહંકા, કૃષ્ણરાજપુરમ, બંગારપેટ, સેલમ, ઇરોડ, કરુર, દિડીગુલ, મદુરાઇ, વિરુડુનગર, સાતુર અને કોવિસપટ્ટી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09568 યેલહંકા અને કોવિસપટ્ટી સ્ટેશનો પર તથા ટ્રેન નંબર 09567 ખંભાળીયા સ્ટેશન પર રોકાશે નહીં. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે. ટ્રેન નંબર 09309,09310,09262 અને 09568 નું બુકિંગ 23 ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.