રાપર તાલુકા મા યોજાનારી આગામી જિલ્લા અને તાલુકા પંચાયત માટે મહિલા કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી
રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને રાપર તાલુકા ચૂંટણી અધિકારી કિરણસિંહ વાધેલા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી રાઠવા નાયબ મામલતદાર મહેશ ઠક્કર સામતભાઇ મકવાણા ડી. પી. રાઠોડ સહિતના અધિકારીઓ ની ઉપસ્થિત મા આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે રાપર તાલુકા મા જુદા જુદા વિભાગો મા ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ કે જે 210 છે તેમને મતદાન મથકો પર ની ફરજો ઈવીએમ મશીન અંગે સમજણ પોલીંગ ઓફીસર ની ફરજ અંગે માહિતી વિભુતિબેન ઠાકરે આપી હતી તો ઈવીએમ મશીન પર લાલજી ભાઈ ચાવડા એ સમજણ આપી હતી વેરશીભાઈ સોલંકી એ ચુંટણી દરમિયાન ની કર્મચારીઓ ની ફરજ અંગે સમજણ આપી હતી તો તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ.. તાલુકા વિકાસ રાઠવા અને નાયબ મામલતદાર મહેશ ઠક્કર એ ચુંટણી દરમિયાન મતદાન મથકો પર એલર્ટ રહેવા તાકીદ કરી હતી રાપર તાલુકા મા કુલ 188 મતદાન મથકો માંથી 57 મતદાન મથકો ને સંવેદનશીલ જાહેર કરાયા છે આમ આગામી દિવસોમાં તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં ઇવીએમ મશીન દ્વારા ઉમેદવાર ના નિશાન અને ઈવીએમ શીલ સહિત ની કામગીરી કરવામાં આવશે આજે તાલીમ દરમિયાન રોહિત ચૌધરી દિનેશ પંચાલ પરસોતમ ભાઈ ચાવડા રોહિત પટેલ સંજય પટેલ ભરત ભાઈ સહિત ના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા