ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની કંપનીમાં અવારનવાર બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાથી રહેવાસીઓ પરેશાન કોઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રહેવાસીઓની માંગ.
ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની ભેડીયા કંપનીમાં અવારનવાર પથ્થરોનો બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. અને આ કંપનીની બાજુમાં લોકો રહે છે. અને આ કંપની દ્વારા જ્યારે બ્લાસ્ટિંગ કરવામાં આવે ત્યારે ત્યાંના રહેવાસીઓને જાણ કરવામાં નથી આવતી અને આ બ્લાસ્ટિંગના કારણે મોટા મોટા પથ્થરો લોકોના મકાનો ઉપર પડતાં હોય છે. અને મકાનોના પતરા અને નરીયા તોડી પાડે છે. આતો ઠીક છે.કે, આ પથ્થરો મકાન ઉપર પડતાં હોય છે. જો આ પથ્થરો કોઈ નાના બાળકો કે કોઈ વ્યક્તિ ઉપર પડે અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની ગ્રામ જનો દ્વારા એવું જણાવાય છે કે , તેઓ અવારનવાર આ કંપનીને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ કંપનીના લોકો દ્વારા આ ગ્રામ જનોને ધમકીઓ આપવામાં આવે છે.કે અમે આ કામ નઇ રોકીએ તમારાથી થાય તેમ કરી લ્યો. સત્વરે જો આ બાબતે કોઈ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી ગ્રામ જનોની માંગ છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.