કચ્છના ગાંધીધામમાં કેરમ રમવાના મુદ્દે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા : એક ગંભીર
ગાંધીધામમાં વાવાઝોડા કેમ્પ વસાહતમાં કેરમ રમવાના મુદ્દે થયેલ ડખ્ખામાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો તો અન્ય એકને ગંભીર ઈજાઓ થઈ હતી.
અહીં કેરમ રમવાની ના પાડી ને પ્રવીણ પૂંજા દનીચાએ કેરમ રમી રહેલ નરેશ શામજી બગડા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં ૩૯ વર્ષીય નરેશ બગડાનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું. તેને છોડાવવા વચ્ચે પડેલા કાનજી ભીખાભાઈ બુચિયાને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં મૃતક નરેશ બગડા ના ભાઈ પૂનમચંદ શામજી બગડા એ પ્રવીણ પુંજાભાઈ દનીચા સામે ખૂન અંગે ફરિયાદ કરી છે. પોલીસે બનાવના સ્થળે ધસી જઇ વધુ તપાસ હાથ ધરી છે.