મોટીમારડના વાડી વિસ્તારમાં સિંહ અને દીપડો મહેમાન બન્યા

ધોરાજી તાલુકાનાં મોટીમારડ વિસ્તારમાં વીડી તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં છેલ્લા ૨થી ૩ દિવસ થયા ૨ સિંહણ, ૧ સિંહ, ૧ દીપડો દેખાઈ દેતાં આ વિસ્તારના ખેડૂતો તથા મજુરોમાં ભયથી ફફડાટ મચી ગયો છે. ફોરેસ્ટ ખાતુ પણ હરકતમાં આવી ફૂટપ્રિન્ટના આધારે સાવજો તથા દીપડાનું લોકેશન ગોતવામાં પડી ગયેલ. સીમ વિસ્તારમાં સાવજો તથા દીપડો આવતા વાડીએ, ખેતરોમાં કામ કરતા ખેડૂતો તથા મજુરો ભયથી ચિંતામાં મુકાઈ ગયેલ છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં સિંહોએ તથા દીપડાએ ઘેટા તથા ભુંડનું મારણ કરેલ છે. આ સીમ વિસ્તાર મોટીમારડ ગામની નજીક હોવાથી ગામમાં પણ લોકો ભય સાથે ચિંતામાં મુમાઈ ગયેલ છે.