ચૂંટણી નજીક આવતા પધ્ધર પોલીસે સેખપીર પાસે હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકીંગ

ચૂંટણી નજીક આવતા સુરક્ષાને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ત્યારે પધ્ધર પોલીસ દ્વારા સતર્કતાના ભાગે રૂપે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. સેખપિર દરગાહ પાસે આવેલા હાઇવે પર આવતા મુસાફરો અને તેમના સામાનની તપાસવમાં આવ્યા હતા નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જેથી પોલીસના જવાનો ચૂંટણીના દિવસોમાં લોકોની સુરક્ષાને લઈને વધારે સતર્ક બની જાય છે. તેના ભાગરૂપે આજ રોજ પધ્ધર પોલીસ દ્વારા ચેકિંગ અને ચકાસણી કરવામાં આવી હતી.જે સરપ્રાઇઝ ચેકીંગ માં ક્રિપાલશિહ ઝાલા
એઝાઝભાઈ સિંધી તેમજ પધ્ધર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા