નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અપહરણ અને બળાત્કાર તેમજ પોકશોના ગુનામાં ફરાર થઈ ગયેલ રામજી સુમાર કોલી નામના મૂળ લાખણીયા ગામના આરોપીને નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે ઝડપી પાડયો હતો. કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક વી.એન. યાદવના માર્ગદર્શન હેઠળ નલીયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એન. લેઉવાએ અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર આરોપી રામજી કોલીને પકડી પાડી નલિયા પોલીસ હવાલે કર્યો હતો.