ભુજ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જીર્ણોદ્ધાર પછી વાઘેશ્વરી માતાજીનો રવિવારે અગીયારમોં પાટોત્સવ વૈદિક પરંપરા અનુસાર સાદગીથી યોજાયો.

ભુજમાં કચ્છ કલેકટરશ્રીના નિવાસ સ્થાન પાસેના સ્વયંભૂ શિવલીંગ વાળા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બીરાજમાન વાઘેશ્વરી માતાજીનો ચોથા જીર્ણોદ્ધાર પછી અગીયારમોં પાટોત્સવ તા. ૨૧/૦૨/૨૦૨૧ મહાસુદ નોમ રવિવારના રોજ સવારે નવ વાગ્યે પૂજા અર્ચના સાથે સમસ્ત દેવી દેવતાઓને આહવન કરી તેમનું સ્થાપન કરવામાં આવ્યું ત્યાર બાદ સમૂહમાં પ્રાર્થના પછી હોમ હવનનો કર્મકાંડી ભૂદેવોના સહયોગથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરી યજમાન પદે મંદિરના મહંત શ્રી હરેશગર માયાગર ગુંસાઈ નવદંપતીના કરકમળો દ્વારા યજ્ઞ આહૂતિ આરંભ કરી સાથે સાથે શિવ હરીભક્તોએ આહૂતિ આપી હવન સમાપન કરવામાં આવેલ ત્યારબાદ સૂકા પ્રસાદનું સર્વે દર્શનાર્થીઓને વિતરણ કરી બપોર બાદ સાંજે સાડા ચાર વાગ્યે આનંદ ગરબા મહોત્સવ સત્સંગ મહિલા મંડળ દ્વારા પ્રસ્તુત કર્યા પછી ગુપ્ત નોરતને અનુરૂપ બેઠાં ગરબાઓની રમઝટ બોલાવી હતી